ટંકારાના નેસડા ગામે પ્રસુતિ બાદ પરિણીતાનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ગામે જયસુખભાઈની વાડીએ ખેતમજૂરી કરતા શ્રમિક મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડ્યા બાદ બાબાનો જન્મ થયો હતો અને ત્યાર બાદ મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા ગામે જયસુખભાઈની વાડીએ કામ કરતા રેલમબેન મહેંદ્રભાઈ ભામણીયા ઉ.29 નામના મહિલાને પ્રસવપીડા ઉપડતા 108 મારફતે ટંકારા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં બાબાના જન્મ બાદ રેલમબેન મહેંદ્રભાઈ ભામણીયાનું મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે રેલમબેનના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં 6 બાળકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલમાં બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text