માળીયાની 3 શાળાના 13, મોરબીની 1 શાળા માટે 5 ઓરડા મંજુર : ધારાસભ્યની રજુઆત ફળી

- text


શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે, ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં ભણતા થશે

મોરબી : મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી માળીયા તાલુકાની 3 શાળાના 13 ઓરડા તથા મોરબી તાલુકાની 1 શાળાના 5 ઓરડા મંજુર થયા છે. આ શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે, ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં ભણતા થશે.

- text

મોરબીમાં પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને વેગ આપવા તથા સારા વાતાવરણમાં બાળકો અભ્યાસ કરી શકે એ માટે વિવિધ શાળાના નવા મકાન બનાવવાની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉચ્ચકક્ષાએ રજૂઆત ફળીભૂત થઈ છે. જેમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 2.94 કરોડના ખર્ચે, માળિયા તાલુકામાં, 5 ઓરડા સાથે, નાનીબરાર પ્રા. શાળા, 6 નવા ઓરડા સાથે માળીયા કન્યાશાળા, 2 ઓરડા સાથે ભોળીપાટ વાંઢ શાળા એમ 13 તથા મોરબી તાલુકામાં 5 ઓરડા સાથે મચ્છુ માઁ નગર એમ કુલ 18 ઓરડા મંજૂર થયા છે અને લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન હલ થયો છે. આ શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં બેસતા થઈ જશે.

- text