હળવદની સાંદિપની સ્કૂલ ખાતે અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવ યોજાયો

- text


હળવદ : અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવ-2023 અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાની જુદી-જુદી રમતોની સ્પર્ધાનું આયોજન હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ રમતોત્સવને હળવદ તાલુકા મામલતદાર ચિંતનભાઈ આચાર્ય અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ દ્વારા ખુલ્લો મૂકાયો હતો. આ રમતોત્સવમાં તાલુકા કક્ષાની અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવને સફળ બનાવવા માટે સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના સંચાલકો, શિક્ષકો તથા જિલ્લા રમત-ગમત અધિકારીએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text