મોરબી નેશનલ હાઈવેના ખાડા બૂરો ! સીએમને રજૂઆત 

- text


મોરબી : મોરબી જીલ્લામાં આવેલા નેશનલ હાઈવે નં.-8 અ ને રીપેરીંગ કરવા માટે બનાવવામાં આવેલા ખાડાઓ મોતના ખાડાઓ સાબિત થઈ રહ્યા છે. આ મોતના ખાડાઓને તાત્કાલિક બુરાવવામાં આવે જેથી કોઈ માનવ જીંદગી બચી શકે તે માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.8-અ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે. આવા ખાડા લાંબો સમય સુધી બુરવામાં આવતા નથી. જેને લઈને રસ્તા પરથી પસાર થતા બાઈક સવારો અકસ્માતનો ભોગ બને છે. તાજેતરમાં જ ગાળા ગામના યુવાન હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણીનું આવા જ ખાડાને કારણે અકસ્માત થતા પોતાનો જીવ ગુમાવ્યો છે. તો આવા ખાડાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેમજ મૃતકને યોગ્ય સહાય આપાવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માંગણી કરવામાં આવી છે.

- text

- text