વાંકાનેરના તીથવા ગામે વાડીમાં ધમધમતી જુગાર ક્લબ પકડાઈ, 9 જુગારીઓ ઝબ્બે 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં અરણીટીંબા ગામના સીમાડે વાડી માલિક દ્વારા વાડીની ઓરડીમાં જુગારધામ શરૂ કરવામાં આવ્યું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, તીથવા ગામના જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરીએ પોતાની વાડીની ઓરડીમાં જુગારધામ શરૂ કર્યું છે. જે બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી રહે.તીથવા, ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા, રહે હાલ-સણોસરા, રમેશભાઇ ઉર્ફે ભુપત વીભાભાઇ ફાંગલીયા,રહે.રાતીદેવળી, નીજામુદીન અલીભાઇ શેરસીયા, રહે.તીથવા, અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા, માહમદરફીક આહમદભાઇ વકાલીયા, ભરતસિંહ સજુભા ઝાલા, રહે.ધીયાવડ, બટુકસિંહ ચંપુભા ઝાલા,રહે.ધીયાવડ અને દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા,રહે.રાજકોટ નામના જુગારીઓ રોકડા રૂપિયા 92,400 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text