કાલે શુક્રવારની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન રદ

- text


મોરબી : દક્ષિણ પૂર્વ રેલ્વેમાં સ્થિત સાંતરાગાછી રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે અને હાવડા-ખડગપુર સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે 11 ઓગસ્ટ, 2023ની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન (12949) સંપૂર્ણપણે રદ રહેશે. તેવી જ રીતે, વળતી દિશામાં, 13 ઓગસ્ટ, 2023ની સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12950) પણ સંપૂર્ણપણે રદ રહેશે.

- text

- text