ઇસદ્રા ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી, બે જવાનના પરિવારનું સન્માન

- text


મોરબી : મારી માટી મારો દેશ અભિયાન હેઠળ ઇસદ્રા ગામ ખાતે પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયત સરપંચ , ઉપસરપંચ, સભ્યો એ અનોખું આયોજન કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

આ ગામમાં હાલમાં બે જવાનો સેનામાં ફરજ બજાવી ભારતની સેવા આપી રહ્યા છે. હાલ તેઓ ફરજ ઉપર હોય તે શિલ્ડ તેમના માતા- પિતાને આપી એક દેશસેવાની ભાવના ગામ અને વિધાર્થીઓ સુધી પહોંચે એવા આશય સાથે શિલ્ડ એનાયત કરી ગ્રામજનો એ પ્રતિજ્ઞા લીધી હતી. સાથે ધ્વજવંદન, રાષ્ટ્રગાન, સહિત સુંદર મજાનું આયોજન તમામ શિક્ષકગણ, તલાટી કમ મંત્રીની હાજરી માં થયું હતું. આ પ્રસંગે નૌકાદળમાં સેવા આપતા જવાનના પિતા દલપતભાઇ હારેજાને પુત્ર જયદીપ કુમારનું શિલ્ડ આપી,શાલ ઓઢાડીને સન્માનીત કરાયા હતા. જ્યારે બીજા જવાનના પિતા રમાભાઇ કાનાભાઈ ભાટકાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં આગેવાન ધીરુભાઈ હારેજા, કાળુભાઇ દાદરેચા, કિરીટ હારેજા, રાકેશ હારેજા, જીતુભાઈ ખાખડિયા નાગજીભાઇ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text