મોરબી નેશનલ હાઇવે ઉપર વાહન હડફેટે ચાર ગાયના કરુણ મોત

- text


હાઇવે ઉપર અવારનવાર વાહન હડફેટે ગાયોના મોત થતા હોવાથી ગૌપ્રેમીઓમાં અરેરાટી

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આજે કોઈ અજાણ્યા વાહને ગાયોના ધણને હડફેટે લેતા ચાર ગાયના કરુણ મોત નિપજ્યા હતા. હાઇવે ઉપર અવારનવાર વાહન હડફેટે ગાયોના મોત થતા હોવાથી ગૌપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ઘણા સમયથી ગાયોના ધણ રખડતા ભટકતા હોય છે. ચાર માર્ગીય નેશનલ હાઇવે ઉપર ભારે વાહનો સહિતના હજારો વાહનોની અવરજવર હોય છે અને હાઇવે ઉપર તો ભારે વાહનો પુરપાટ ગતિએ દોડતા હોય અવારનવાર ગાયો આવા ભારે વાહનોની હેડફેટે ચડી જાય છે. આવા જ એક અકસ્માતમાં આજે મોરબી નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે ગાયોના ધણને હડફેટે લેતા ચાર ગાયના કરુણ મોત નિપજ્યા હતા. આથી હાઇવે ઉપર થોડીવાર ટ્રાફિકજામ થયો હતો. જો કે હાઇવે ઉપર અવારનવાર આવા અકસ્માતમાં ગાયોના મૃત્યુ નિપજતા હોય અને આજે આવા વધુ એક બનાવથી ગૌપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

- text