હળવદના દિવ્યાંગ યુવકે ઈન્સ્ટાગ્રામ પર જીત્યા લાખો લોકોના દિલ

- text


હળવદ : આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકોને ઘણી મહેનત કરવી પડતી હોય છે. ત્યારે હળવદના માથક ગામનો એક યુવક ગણતરીના મહિનામાં જ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ ગયો છે અને 1 મિલિયન ફોલોઅર્સ તરફ આગળ વધી રહ્યો છે.

હળવદના માથક ગામના યુવક વિશાલ રાજપૂત બે હાથ અને એક પગથી દિવ્યાંગ છે. તેમ છતાં તેણે માત્ર 5 મહિનામાં જ ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે. વિશાલ રાજપૂતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને હાલ સાડા આઠ લાખ લોકો ફોલો કરી રહ્યા છે અને તેના વીડિયોને લાઈક અને શેર કરી રહ્યા છે. વિશાલ રાજપૂત થોડા જ મહિનાઓમાં વાયરલ થઈને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

વર્ષ 2012માં વીજ કરંટ લાગતા વિશાલ રાજપૂતે બે હાથ અને એક પગ ગુમાવ્યા હતા. તેના બે હાથ અને એક પગ કાપવામાં આવ્યા હતા તેમ છતાં આજે તે પોતાની આવડતથી સોશિયલ મીડિયામાં લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને છેલ્લા 3 દિવસમાં જ 4 લાખથી વધુ ફોલોઅર્સ મળી ચુક્યા છે. આજે તેના વીડિયો સમગ્ર દેશભરમાં વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં વિશાલ રાજપૂતનો હાથમાં દિવ્યાંગતા છતાં સુંદર લખાણ લખતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને આ વીડિયોને 1 કરોડ 50 લાખ લોકોએ નિહાળ્યો હતો.

- text

- text