પોરબંદરના ભુરાએ ટ્રક ખરીદી કરી પૈસા ન આપતા ફરિયાદ 

- text


વાંકાનેર તાલુકાના મહીકા ગામના ટ્રક માલિકે ફરિયાદ નોંધાવી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કુલદીપભાઇ નરોતમભાઇ મીણીયાએ આઠેક મહિના પૂર્વે પોતાનો જીજે – 03-એટી – 4624 નંબરનો ટ્રક પોરબંદરના રાતડી ગામના ભુરાભાઇ દાનાભાઇ મોરબી નામના ઈસમને રૂ.5.50 લાખમાં વેચાણ આપ્યા બાદ આરોપીએ અડધી રકમ ચૂકવી બાકીના રૂપિયા 2.75 લાખ ન ચુકવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઠગાઈ છેતરપિંડી મામલે ભૂરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text