હળવદમાં ચાની એજન્સીના વિવાદમાં વેપારીને ટેલિફોનિક ધમકી 

- text


હળવદ : હળવદમાં ઉમિયા ચાની એજન્સીમાં વિવાદ થવાથી એજન્સી ધારકે કંપનીને આપેલી કાનૂની નોટિસનો ખાર રાખી એક શખ્સે વેપારીને ટેલિફોનિક ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ખાતે ઉમિયા ચાની એજન્સી ધરાવતા નિલેશભાઇ લવજીભાઇ કાસુન્દ્રાને કંપની સાથે વિવાદ થતા ચાનું વેચાણ બંધ કર્યું હતું આમ છતાં કંપનીના મોરબીના ડીલર દ્વારા હળવદમાં અન્ય જગ્યાએ ઉમિયા ચાનું વેચાણ થતું હોવાથી વેપારી એજન્સી ધારક નિલેશભાઈ કાસુન્દ્રાએ કાનૂની કાર્યવાહી કરતા કોઈ જલાભાઇ ડાંગર નામના શખ્સે નિલેષભાઈને ટેલિફોનિક ધમકી આપતા આ મામલે હળવદ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text