ચેક રિટર્ન કેસમાં ટાઇલ્સ ટ્રેડરને એક વર્ષની કેદ અને બમણો દંડ

- text


ચેક રિટર્ન કેસમાં સમાધાનમા આપેલ ચેક પણ રિટર્ન થતા 9 ટકા વ્યાજ લેખે ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ

મોરબી : મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી ટાઇલ્સની ખરીદી કર્યા બાદ ઉધાર રકમનો ચેક રિટર્ન થયા બાદ અદાલતમાં સમાધાન રૂપે આપેલો ચેક પણ રિટર્ન થતા નામદાર અદાલતે બમણો દંડ અને એક વર્ષની સજા તેમજ ફરિયાદીને 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીના મકનસર પાસે આવેલ રોસા ટાઇલ્સ એલએલપી પાસેથી આરોપી સ્પ્રેજો ટાઇલ્સના પ્રોપરાઈટર પ્રકાશ ચંદ્રકાંતભાઈ ઠાકરે 4,94, 471ની સિરામિક ટાઇલ્સની ખરીદી કરી ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા રોસા ટાઇલ્સ દ્વારા ચેક રિટર્ન અંગેનો કેસ કરતા સમાધાન રૂપે આરોપી પરેશ ચંદ્રકાન્ત ઠાકરે ફરી ચેક આપ્યો હતો. જે ચેક પણ રિટર્ન થતા અદાલતના ચેક રિટર્નનો કેસ કરવામાં આવતા આ કેસ ચાલી જતા નામદાર અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ બમણી ચૂકવવા તેમજ 9 ટકા લેખે વ્યાજ ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ગૌતમ વરિયા રોકાયેલ હતા.

- text

- text