મોરબીના ચાચાપર ગામે ટેમ્પો પલટી મારી ઓટલા ઉપર ચડી ગયો, વૃદ્ધ ઘાયલ

- text


મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામે ટેમ્પો ચાલકે ફૂલ સ્પીડમાં ટેમ્પો ચલાવી અચાનક વળાંક વળતા આ ટેમ્પો ઘર પાસે ઓટલા ઉપર બેઠેલા વૃદ્ધ ઉપર ખાબકતા વૃદ્ધ ઇજાગ્રસ્ત બન્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા મોતીભાઈ અમરશીભાઈ આદ્રોજા પોતાના ઘરના ઓટલા પાસે બેઠા હતા ત્યારે જીજે – 03 – X – 3723ના ચાલકે પોતાનો ટેમ્પો ફૂલ સ્પીડે ચલાવી અચાનક વળાંક વાળતા ટેમ્પો પલટી ખાઈ ઓટલા ઉપર આવી જતા મોતીભાઈને વાસામા અને કમરના ભાગે ફ્રેક્ચર થવાની સાથે છાતીના ભાગે ઇજાઓ પહોંચતા ટેમ્પો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text