જૈન સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા વસ્ત્રદાન, વિદ્યાદાન અને અન્નદાનનો સેવાયજ્ઞ યોજાયો

- text


મોરબી : જૈન સોશિયલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત જૈન સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા ગઈકાલે તારીખ 3 ઓગસ્ટના રોજ ચેરિટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વસ્ત્રદાન, વિદ્યાદાન અને અન્નદાન કરીને અન્યોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવામાં આવ્યું હતું.

ગઈકાલે તારીખ 3 ઓગસ્ટના રોજ સ્લમ એરીયાના ફ્રી એજ્યુકેશન સેવા અને ફ્રી ટિફિન સેવા ચલાવતા વિનોદભાઈ બી. નિમાવતના સાનિધ્યમાં 30 બાળકોને જૈન સોશિયલ ગ્રુપ મોરબીના સૌરાષ્ટ્ર રિજિયનના બાળ સંસ્કાર કમિટીના ચેરમેન પરેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ વસ્ત્રદાન, વિદ્યાદાન અને અન્નદાનનો ચેરિટી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનના આયોજનને સફળ બનાવવા જૈન સોશિયલ ગ્રુપ મોરબીના પ્રમુખ વિક્રમભાઈ મહેતા, સેક્રેટરી હિતેશબાઈ મહેતા તેમજ તેમની કારોબારી ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

વસ્ત્રદાનમાં બાળકોના સ્કૂલ યુનિફોર્મના ડોનર તરીકે જૈન સોશિયલ ગ્રુપ મોરબીના જ સભ્યો અને કારોબારી મિત્રોએ લાભ લીધો હતો. વિદ્યાદાનના ડોનર તરીકે સ્થાનકવાસી જૈન યુવક મંડળની ટીમ, મનોજભાઈ દેસાઈ અને આનંદ ડાઇઝ વાળા બંસીભાઈ કચરિયા પરિવાર તેમજ સરફેસ વાળા જીગ્નેશભાઈ દોશીના પરિવારે લાભ લીધો હતો અને અન્નદાનના ડોનર તરીકે ડોમા સરફેસ વાળા જીગ્નેશભાઈ દોશી પરિવારે લાભ લીધો હતો. વિનોદભાઈ બી. નિમાવતનું જૈન સોશિયલ ગ્રુપ મોરબીની ટીમ તેમજ સૌરાષ્ટ્ર રિજિયનના બાળ સંસ્કાર કમિટીના ચેરમેન પરેશભાઈ પ્રવીણચંદ્ર મહેતાએ સાલ ઓઢાડી અને શિલ્ડ આપી સન્માન કર્યું હતું.

- text

- text