હળવદ પંથકના ગામોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોનો પાક નિષ્ફળ

- text


ખેડૂતોએ હળવદ મામલતદારને આવેદન આપી પાકનું વળતર ચુકવવાની સાથે માળીયા બ્રાન્ચ કેનાલનું નાલું યોગ્ય જગ્યાએ મુકવાની માંગ કરી

હળવદ : હળવદના અજિતગઢ સહિતના ગામોના ખેડૂતો માળીયા બ્રાન્ચ કેનાલના પાણીને કારણે છેલ્લા વીસ વર્ષથી પાક લઈ શક્યા નથી. આ વર્ષે પણ ખેડૂતોના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે. આથી ખેડૂતોએ હળવદ મામલતદારને આવેદન આપી પાકનું વળતર ચુકવવાની સાથે માળીયા બ્રાન્ચ કેનાલનું નાલું યોગ્ય જગ્યાએ મુકવાની માંગ કરી છે.

ખેડૂતોએ આવેદનમાં જણાવ્યું હતું કે, હળવદના અજીતગઢ સીમમાંથી પસાર થતી માળીયા બ્રાંચ કેનાલ જેનું નાળું મુકવામાં આવેલ છે તે નાળું જે તે વખતે સર્વે થયેલ તે મુજબ મુકવામાં આવેલ નથી જેથી કરીને ઘનશ્યામગઢ, અમરાપર,મયાપુર વગેરે સીમનું પાણી અજીતગઢની સીમમાં પાણી આવતું હોઈ જેનાથી ખોડ,અજીતગઢ અને જોગડની ખેતીની જમીન આશરે બે હજાર વીઘા જમીનમાં પાણી ભરાતું હોઈ જેથી કરીને અમારી ખેતીની જમીનનો પાક નિષ્ફળ જતો હોઈ અને જમીનનું પણ ધોવાણ ખુબ જ થાય છે. ખેડૂતોની રોજી રોટી માટેનું સાધન એક માત્ર ખેતી હોઈ અને તેની આવક આશરે 20 વર્ષથી ખેતીની જમીનમાં કોઈ પણ પાક લઇ શક્યા નહિ અને ખેડૂતો વર્ષો વર્ષ ખેતીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોઈ અને પાક પાણીના કારણે નિષ્ફળ જતો હોઈ. અને પાકની આવકને બદલે ઉછીના રૂપિયા લાવીને ખેતી કરતા હોઈ અને જેમાં અમારો પાક નિષ્ફળ જતો હોઈ આથી અમારા ખેડૂતો ઉપર દિવસેને દિવસે બોજો એટલે કે દેવું વધતું જાય છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, માળીયા બ્રાંચ કેનાલ ઉપર બનાવામાં આવેલ નાળું યોગ્ય જગ્યાએ મુકવામાં આવે જેથી કરીને ઉપરોક્ત ગામોમાં જે ભરાતું પાણીનો નિકાલ થઇ શકે અને પાક જે વર્ષો વર્ષ નિષ્ફળ જતો અટકી શકે તો તેનો ઝડપી નિકાલ કરવા માટે રજૂઆત છે .માળીયા બ્રાંચ કેનાલની બને બાજુમાં આવેલ સાઈડ ગટરની સાફ સફાઈ ઘણા સમયથી કરવામાં આવેલ નથી જેથી કરીને ઉપરોક્ત ગામની સીમમાં પાણીનો નિકાલ પણ થઇ શક્તો નથી અને સાઈડ ગટરમાં કચરો બાવળો મોટા હોવાથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઇ ગયેલ છે તો બાજુની સાઈડ ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તો ઉંરોક્ત ગામની જમીનમા પાક લઇ શકાય તેમ છે અને નિષ્ફળ જતો અટકાવી શકાય.

માળીયા કેનાલ બ્રાન્ચમાં અજીતગઢ સીમમાં મુકવામાં આવેલ નાળું જેનાથી આ સિઝનમાં પણ પાણી ભરાણું હોઈ જેથી અમારા ખેડૂતો તો બે હજાર વીઘા પાક નિષ્ફળ ગયેલ છે અને કરોડો રૂપિયાનું નુકશાન ગયેલ છે. તો આમ વર્ષો વર્ષ પાક નિષ્ફળ જાય છે તો આ વર્ષે નિષ્ફળ ગયેલ પાકોનું ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે નહીતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. કીડીથી ટીકર બાજુ જતો ડામર રોડ ઉપર વચ્ચે જે નાળું મુકવામાં આવેલ છે તે નાળું યોગ્ય જગ્યાએ મુકવામાં આવે તો ઉપરોક્ત ગામોની સીમમાં પાણી નો નિકાલ થઇ શકે તેમ છે અને બે હજાર વીઘા જમીનનો પાક નિષ્ફળ જતો અટકાવી શકાય અને લાખો પિયાનો બચી શકે અને ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચાલવી શેકે આથી સ્થળની તપાસ કરીને તેનો ઝડપથી યોગ્ય જગ્યાએ મુકવામાં આવે એવી માંગ કરી છે.

- text