નેશનલ કરાટે સ્પર્ધામા વાંકાનેરની સ્કૂલના વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ

- text


વાંકાનેર : રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશિપ-2023માં વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતાં આર્ય રાજીવભાઈ પરમારે ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

કરાટે અને સ્પોટ્સ એસોશિએશન, નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શિહાન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ રાજસ્થાનના ઉદયપુર ખાતે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ-2023નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતાં આર્ય રાજીવભાઈ પરમાર (બારોટ) નામના વિદ્યાર્થીએ કોચ જય ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

- text

- text