ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા મોરબીમાં મેડિકલ કેમ્પ યોજાશે

- text


મોરબી : ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા મોરબીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર મેડિકલ કેમ્પનો લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉમિયા માતાજી મંદિર સિદસર, ડોકટર ભાણજી ભાઈ કુંડારિયા (અમેરિકા ) તેમજ KPSNA( USA ) ના સહયોગથી આવતીકાલે તા. 5/8/23ને શનિવારે 2 થી 6 દરમિયાન ઉમા હોલ રવાપરના જાપા પાસે મોરબી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પેરા મેડિકલ ટીમ દ્વારા વજન, હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બી.પી. ઓક્સિજન વગેરે ચેક કરવામાં આવશે. આ કેમ્પમાં તમામ જ્ઞાતિના ૧૦ વર્ષથી ઉપરના તમામ લોકોનું ચેકઅપ ફ્રી માં કરવામાં આવશે. અને જેમનું હિમોગ્લોબીન જરૂર કરતાં ઓછું હશે તે તમામ લોકોને હિમોગ્લોબીનની દવા ફ્રીમાં આપવામાં આવશે.

- text

- text