ગુડ ન્યુઝ ! રૂ.376 કરોડના ખર્ચે મોરબી સિરામિક ઉદ્યોગના આંતરિક રોડ રસ્તા બનશે 

ગુજરાત સરકારે ત્રણ ફેઝમાં કામને મંજૂરી આપી : પ્રથમ ચરણમાં 376 કરોડના ખર્ચે 31 રસ્તાના કામ કરાશે : કાંતિલાલ અમૃતિયા 

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ રસ્તાની સમસ્યાઓના ઉકેલ આવી ગયો હોવાનું મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગના આંતરિક રસ્તાના કરોડો રૂપિયાના કામ ત્રણ ફેઝમાં કરવાની મંજુરી આપી છે. જે પૈકી પ્રથમ ફેઝમાં રૂ.376 કરોડના ખર્ચે કુલ 31 રસ્તાના કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

સિરામિક ઉદ્યોગના ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને સરકારે તમામ રસ્તાઓ આરસીસીથી બનાવવા નક્કી કર્યું છે જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળશે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, બાકીના બે ફેઝના કામ પણ ટૂંક સમયમાં શરુ થશે અને સિરામીક ઉદ્યોગને જોડતા કુલ 96 જેટલા રોડના કામ પૂર્ણ થતા જ મોરબીના સિરામિક ઉદ્યોગની આ સમસ્યા કાયમ માટે દુર થશે.

પ્રથમ તબબકે નીચે મુજબના રોડ બનશે

દરિયાલાલ હોટેલથી અમન એસ્ટેટ 2 કિમી, સોરીસો ગ્રેનીટોથી જેટકો લખધીરપુર રોડ 3 કિમી, સોમનાથ પેટ્રોલપંપથી LGF વિટ્રીફાઈડ 2 કિમી, અમરધામથી ઇસ્કોન પેપરમિલ 4.2 કિમી, બ્રાવીટ ગ્રેનીટોથી બોન્ઝા સિરામિક (માટેલ રોડ )1.3 કિમી, માટેલ રોડથી સરતાનપર રોડ (ઇટકોસ,સોમાણીફાઈન, ઈટોલી સિરામિક 1.5 કિમી, NH 27 થી એમસર સિરામિક 1.8 કિમી, સેન્સો ચોકડીથી બોન્ઝ સિરામિક (સરતાન પર રોડ) 2.1 કિમી, સીયારામ સિરામિકથી વિન્ટેલ સિરામિક 1.7 કિમી, એરો સિરામિકથી મેક્સ ગ્રેનાઈટો 525 મીટર, માટેલ રોડથી રીચ વિટ્રીફાઈડ 1.2 કિમી સમર્પણ ઓટોપેકિંગ કાલિકાનગરથી N-H 27 8.2 કિમી, એડમીન સિરામિકથી નેશનલ હાઈવે 3.5 કિમી રોડ બનશે.

આ ઉપરાંત કેનાલ રોડથી ઘૂટું રોડ (વાયા મેટ્રો સિરામિક) 1.7 કિમી, પ્લાઝમા ગ્રેનેટોથી માટેલ રોડ(વાયા રામેટ પેપરમિલ) 4.65 કિમી, જેતપર રોડથી ઝારકો સિરામિક- 5.9 કિમી, રાતવીરડાથી ભીમગુડા રોડ (કલેઈમન રોડ) 2 કિમી, ફ્રેંચ સિરામિકથી માટેલ અરમાનો સિરામિકથી એડ્રોરેશન સિરામીક 4.9 કિમી, માટેલ ગૌશાળા થી જામસર ચોકડી 1.62 કિમી, સ્લીમ ટાઈલ્સ થી રે સિરામિક (સરતાન પર રોડ) 1.8 કિમી, રે સિરામિકથી રાતા વીરડા ગામ 900 મીટર, સનહાર્ટ સિરામિકથી માટેલ રોડ 1.3 કિમી, માટેલથી સીમ્બોસા સિરામિક 900 મીટર, NH 27થી વીટા સિરામિક 900 મીટર (વાયા ફ્બુલાસીરામિક જુના જાંબુડિયા), મોરબી-હળવદ રોડથી જુના ઘૂટું રોડ (નેહા સિરામિક ) 800 મીટર, કાસા સિરામિક સરતાનપર રોડથી પાનેલી રોડ 4.6 કિમી, લાક્કડધાર રોડ થી માટેલ રોડ- 2.5 કિમી (વાયા સનકોર અલાસ્કા માઈક્રોન, નિશા સિરામિક,ગ્રેસ સિરામિક), ઇટાલિકા માટેલ રોડથી હયાત સીસી રોડ સુધી 2.2 કિમી, NH-27થી મચ્છુ 2 ડેમ રોડ 5.9 કિમી (વાયા જોધપર નદી પ્લેટીના વિટ્રીફાઈડ), જામસર ચોકડીથી વીરપુર પાટિયા 24.4 કિમી, (શિવપુર –માથક-કડીયાણા) રોડ પણ પ્રથમ તબબકે બનશે.