હળવદ બુટવડા નજીક દારૂની હેરાફેરી કરનાર બુટલેગર ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે આજે બાતમીના આધારે હળવદ તાલુકાના બુટવડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બુટલેગરને રૂપિયા 57 હજારના વિદેશી દારૂના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસે બાતમીના આધારે લીલાપર ગામથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે નદીના પુલ પાસેથી આરોપી સંજયભાઇ મોતીભાઇ ગોલતર, રહે. બાઇસાબગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 72 બોટલ, કિંમત રૂપિયા 27 હજાર, એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂપિયા 5 હજાર તથા બાઇક GJ.13.AQ.9276 કિંમત રૂપિયા 25 હજાર મળી એમ કુલ 57 હજારના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text