મોરબી જિલ્લામાં આડેધડ નંખાતી પવનચક્કીઓ સામે ડીડીઓ આકરે પાણીએ 

- text


પવનચક્કીની વીજલાઇન અને રસ્તો ગૌચરમાંથી પસાર ન થાય તેની તકેદારી રાખવા આદેશ : તમામ ગ્રામ પંચાયતોને આઠ મુદ્દે સૂચના આપી 

મોરબી : મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે જેનો લાંબા સમયથી ગ્રામજનો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાની તમામ ગ્રામપંચાયતોની પવનચક્કીને આપવામાં આવતી મંજુરીમાં આઠ અલગ અલગ બાબતો અંગે ખાસ તકેદારી રાખવાની સાથે ગૌચરની જમીનમાંથી પવનચક્કીની વીજલાઈનો કે રસ્તાઓ પસાર ન કરવા આદેશ જારી કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી જિલ્લામાં ટંકારા, વાંકાનેર, મોરબી સહિતના તાલુકાઓ મોટા પ્રમાણમાં પવનચક્કીઓ લગાવવામાં આવી રહી છે. ખાસ કરીને પવનચક્કીના માલિકો કંપની દ્વારા ગૌચરની જમીનોમાં દબાણ કરવાં આવતા હોવાની પણ ગામેગામથી વિરોધ ઉઠ્યા છે એવા સમયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા તમામ ગ્રામ પંચાયતોને પવનચક્કી અંગે જયારે પણ ગ્રામપંચાયત મંજૂરી આપે ત્યારે અલગ અલગ આઠ મુદ્દાઓનું ચુસ્ત પણે પાલન થાય તે જોવા તાકીદ કરી છે.

- text

વધુમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ તમામ ગ્રામપંચાયતોને લેખિત આદેશ કરી વિન્ડફાર્મ માટે પંચાયત ભલામણ કરે ત્યારે રાઈટ ઓફ વે અને આવાગમનના રસ્તાનો ખ્યાલ રાખવો. રસ્તામાં આવતા અન્ય ગામ પાસેથી મંજૂરી મેળવેલ છે કે કેમ ? ગૌચરમાંથી વીજલાઇન કે પવનચક્કીના રસ્તા પસાર નહીં થતા તે અંગેની તકેદારી રાખવી, વિન્ડફાર્મ ચાલુ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી કબ્જા સોંપ્યાના આધાર સહિતની વિગતો ચકાસવી તેમજ પવનચક્કી ગ્રામજનને રસ્તામાં નડતર રૂપ નથી તે સહિતની બાબતો ચકાસ્યા બાદ જ ભલામણ કરવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.

- text