લજાઈ ગામે નમકીન બનાવતી ફેકટરીના પ્રદૂષણથી જોખમ : ગ્રામજનો લાલઘૂમ 

- text


ગ્રામજનોએ મામલતદાર અને કલેક્ટરને આવેદન આપી પ્રદુષણ ફેલાવતી કંપનીને સિલ કરવાની માંગ કરી

ટંકારા : મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ લજાઈ ગામમાં આવેલી નમકીન બનાવતી કંપની દ્વારા લજાઇ ગામમાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ગ્રામજનોએ ફરિયાદ ઉઠાવી છે. જેમાં આ કંપની દ્વારા ગટરમાં પ્રદુષિત પાણી વવહેવડાવતા આ દૂષિત પાણી કેનાલમાં પહોંચ્યા હોવાનું અને હવામાં પણ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાથી ગામલોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થયું છે. આથી ગ્રામજનોએ મામલતદાર અને કલેક્ટરને આવેદન આપી કંપની દ્વારા ફેલાવાતું પ્રદુષણ તાત્કાલિક બંધ કરવા અને કંપનીને સિલ કરી ઉત્પાદન જ બંધ કરાવવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામના લોકોએ આજે મામલતદાર અને કલેક્ટરને આવેદન અપીની જણાવ્યું છે કે, લજાઈ ગામમાં આવેલી નમકીન બનાવતી કંપની દ્વારા હવામાં પ્રદુષણ ફેલાવવાની સાથે ગટરનુ પાણી ખુલ્લા રોડ તેમજ ખેડુતોને પાણી પહોંચાડતી કેનાલમા છોડવામાં આવે છે. આ ફૂડ કંપની દ્વારા વેફર તેમજ વિવિધ પ્રકારના નમકીન બનાવવામાં આવે છે. આ કંપની છેલ્લા છ માસથી લજાઇ ગામમાં હવાનું તેમજ ગટરમાં ગંદા પાણી વહેવડાવી રોડ તેમજ ખેડૂતોને પાણી પહોચાડતી કેનાલમા છોડવામાં આવે છે. આવા પ્રકારની ગંદકી તેમજ એર પોલીયુશનથી ગ્રામજનોના સ્વાસ્થયને ખુબજ હાની પહોંચેલ છે.

ફેક્ટરીની આજુ બાજુમાં રહેતા લોકોના આવી પ્રકારની ગંધથી કાયમી માનસીક સ્થિતી ખરાબ છે. અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી ઉભી થાય છે. આ દુર્ગંધના કારણે લજાઈ ગામમાં રહેતા લોકોને તેમના ઘરમાં પણ રહેવુ મુશ્કેલ થઈ પડયું છે. આથી ગ્રામજનો દ્વારા આ કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરવામા આવેલી અને ગ્રામજનોને થતી તકલીફ અંગે જણાવેલ છે. પરંતુ આ કંપની દ્વારા ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લીધેલ નથી અને કંપની દ્વારા કોઈ યોગ્ય પગલા તેમજ કોઈ ગંભીરતા લેવામાં આવેલી નથી.

- text

ઉલ્લેખનીય છે કે, કંપની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે તેમજ આજબાજુ વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા હોય, આ દુર્ગંધથી રહેણાંક કરતા લોકોને ખુબજ તકલીફ ઉભી થતી હોય તેમજ કંપનીની એકદમ બાજમાં આંગણવાડી તેમજ સ્કૂલ આવેલી હોય જેથી આ દુર્ગંદથી નાના બાળકોના સ્વાસ્થ પર ખુબજ ગંભીર અસર પડે છે. અને અને બાળકો આ દુર્ગંધના કારણે અવારનવાર બીમાર પડે છે. જેથી બાળકોના સ્વાસ્થ અને બાળકોના ભવિષ્યની પણ ચિંતા થતી હોય અને આવી ગંભીર પ્રકારની ગંઘ તેમજ ગટરના પાણીનો યોગ્ય નીકાલ ન હોવાથી અને આ ખુલ્લુ ગટરનુ પાણી રોડ ઉપર છોડવાથી ગંભીર પ્રકારની બીમારી ફેલાઈ રહી હોવાનું પણ રજૂઆતની અંતમાં જણાવી તાકીદે ફેક્ટરી સંચાલકો વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- text