રીક્ષા ચાલકને એક્ટિવા ચાલકે કારણ વગર માર મારતા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ

- text


મચ્છુ -2 ડેમના પાળા નજીક બનેલ બનાવ

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના પાળા નજીક રીક્ષા ચાલક યુવાનને એક્ટિવા ચાલકે કારણ વગર ગાળો આપી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ગિરનારી આશ્રમ નજીક રહેતા અને રીક્ષા ચલાવતા મહેશભાઈ માવજીભાઈ વેગડા પોતાની રીક્ષા લઈને મચ્છુ-2 ડેમના પાળા નજીકથી પસાર થતા હતા ત્યારે એક્ટિવા લઈને આવેલા આરોપી કિરણભાઇ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા રહે.લીલાપર ગામ વાળાએ મહેશભાઈને કોઈ કારણ વગર ભુંડાબોલી ગાળો દઇ જાહેરમાં અપમાનીત કરી લાકડાના ધોકાથી ડાબા પગે તથા ડાબા હાથે તથા વાંસાના ભાગે મુંઢ ઇજાઓ કરી આ બાજુ દેખાતો નહી તારે આ બાજુ આવવાનુ નહી તેમ કહી ધમકી આપતા મહેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text