તને સારું જમવાનું બનાવતા આવડતું જ નથી કહી પતિએ પત્નીને માર માર્યો

- text


મોરબી તાલુકાના રાજપર ગામે જેસીબીના ધંધાર્થી વિરુદ્ધ પત્નીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પરિણીતાને પતિએ તું સારું જમવાનું બનાવતી નથી કહી પીરસેલી થાળી ફેંકી દઈ પરિણીતાને માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં જેસીબીના ધંધાર્થી એવા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા જ્યોતિબેન પીન્ટુભાઇ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયાએ તેમના પતિ પીન્ટુભાઇ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયાએ ગત તા.18 જુલાઈના રોજ તું સારી રસોઈ બનાવતી નથી કહી થાળીનો ઘા કરી પોતાને મારવા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી આપી હતી. જો કે પતિ અને પત્ની વચ્ચે સમાધાન નહીં થતા હાલમાં પિતાના ઘેર રહેતા જ્યોતિબેને આરોપી પીન્ટુભાઇ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જેસીબીના ધંધાર્થી પીન્ટુભાઇ ઉર્ફે બકા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text