જુના માલણીયાદ ગામે યુરિયા ખાતર ભરેલો ટ્રક પલટી મારી ગયો

- text


હળવદ : આજે સાંજના છએક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના જુના માલણીયા ગામે આવેલ હાઈસ્કૂલ પાસેથી પસાર થતા રોડ પરથી યુરિયા ખાતર ભરેલ ટ્રક નવા માણીયા જઈ રહ્યો હતો. ત્યારે રોડની બંને સાઈડ ખોદવામાં આવેલી ખાડાના હિસાબે ટ્રક તેમાં ફસાઈ જતા પલટી મારી ગયો હતો.જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ટ્રક પલટી મારી ગયાની જાણ ગામ લોકોને થાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

- text

- text