મોરબીમાં રાજપૂત સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહમાં 91 તારલાઓનું બહુમાન

- text


નેતાઓ અને અધિકારીઓ સહિતના મહાનુભાવોએ મોટી સંખ્યામાં આપી હાજરી

મોરબી : મોરબીમાં આજે રાજપૂત સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના 91 તારલાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ નેતાઓ અને અધિકારીઓ સહિતના મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કેશવ હોલ ખાતે રાજપૂત સમાજનો 51મો વિદ્યાર્થી સન્માન સમારોહ આજે સંપન્ન થયો છે. જેમાં વાંકાનેર મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ ડીડીઓ ડી.ડી.જાડેજા, ડીવાયએસપી પી.એ. ઝાલા, ડે. કલેકટર ડી.એ.ઝાલા, મોરબી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, મોરબી તાલુકા પીઆઇ કે. વાળા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઝળહળીને સમાજનું ગૌરવ વધારનાર 91 છાત્રોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ કહ્યું કે વાલીઓ પોતાના સ્વપ્ન બાળકો ઉપર ન થોપે. બાળકોને આગળ વધવાનું પૂરું વાતવરણ પુરૂ પાડે. મોબાઈલનો સદુપયોગને બદલે અત્યારે ગેરઉપયોગ વધ્યો છે. ત્યારે વાલીઓ આ અંગે સજાગ રહે. તેઓએ ટકોર પણ કરી કે વાલીઓ સોનુ ઓછું લેશે તો ચાલશે પણ બાળકોને ભણાવશે તો તેનું ભવિષ્ય ઉજળું બની જશે. ભણતર ખૂબ જરૂરી છે. વધુમાં તેઓએ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરી સમાજના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા પણ હાંકલ કરી હતી.

આ કાર્યક્રમમાં તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર થયેલા વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજીનું પાઘડી પહેરાવીને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહાવીરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text