મોરબીમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા હિપેટાઇટિસ દિવસની ઉજવણી 

- text


મોરબી : મોરબીમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા જિલ્લા ટીબી ઓફિસરના અધ્યક્ષ સ્થાને “વિશ્વ હિપેટાઈટિસ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ટીબી ઓફિસર ધનસુખભાઇ દ્વારા હિપેટાઇટીસ રોગની અસર અને તેની સારવારના કેન્દ્રો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અપાતી સેવા વીશે માહિતી આપવામાં આવી હતી.

ત્યાર બાદ TI-CC પ્રોજેકટ મોરબીના પ્રોજેક્ટ મનેજર શૈલેષભાઈ પરમાર દ્વારા હિપેટાઇટીસ રોગના કારણો તથા તેના લક્ષણનો વિશે માહિતી અપાઈ હતી.તથા HIV/AIDS વીશે લોકોને વિગત આપવામાં આવી હતી. ત્યારબાદ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના મોરબીના કાર્યકર ચિરાગભાઈ દ્વારા વ્યવસાયિક આરોગ્ય ઉપર વાત કરી મોરબીના કામદારોને થતા વ્યવસાયિક રોગ સિલિકોસીસને અટકાવી કામદારોનું જીવન ધોરણ સુધારો આવે તે વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. સાથે ખંભાતના અકીક કારીગરોના વ્યથાગાથા પર PTRCના નિયામક જગદીશ પટેલ દ્વારા લેખલ બુક જિલ્લા ટીબી ઓફિસરમે આપવામાં આવ્યું હતું. IEC વિતરણ અને પોસ્ટરો બનાવી લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

- text

- text