મોરબી અને માળીયામાં અડધો ઇંચ વરસાદ, અન્યત્ર ઝાપટા

- text


મોરબી : મોરબીમાં અધિક માસમાં અષાઢી જમાવટ જામી હોય તેમ સતત ત્રણ દિવસથી મેઘરાજાના અવિરતપણે વાહલની વચ્ચે આજે પણ મેઘો મંડાયો છે અને સમયાંતરે ભારે ઝાપટા પડી રહ્યા હોવાથી આજે સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં મોરબી અને માળીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અને અન્યત્ર ઝાપટા વરસ્યા હતા.

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા વચ્ચે મોરબી જિલ્લામાં પણ મેઘરાજા ત્રણ દિવસથી અવિરતપણે હેત વરસાવી રહ્યા છે અને આજે સવારે 11 વાગ્યાથી વારંવાર ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જેમાં આજે સવારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં મોરબીમાં 10 મિમી એટલે અડધો ઇંચ વરસાદ, માળીયામાં પણ 12 મિમી એટલે એટલે અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ટંકારામાં 7 મિમી વાંકાનેરમાં 6 મિમી વરસાદ પડ્યો છે. મોરબી અને માળીયા સિવાય ક્યાંય નોધપાત્ર વરસાદ પડ્યો નથી. જ્યારે હળવદ વરસાદ નોંધાયો નથી. હાલ મેઘાડંબર વચ્ચે વરસાદનો વિરામ છે.

- text

- text