મોરબીના સાવસર પ્લોટમાં વીજળી ત્રાટકી, સદભાગ્યે જાનહાની ટળી

- text


પાર્થ કોમલેક્સના છઠા માળે વીજળી ત્રાટકતા છતના ખુણામાં નુકશાન

મોરબી : મોરબીમાં આજે સવારથી છવાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે થોડા વિરામ બાદ ફરીથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા હતા. જ્યારે વરસાદ સાથે મોરબીના સાવસર પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટ પર વીજળી ત્રાટકી હતી પણ સદભાગ્યે જાનહાની થઈ નથી.

મોરબીમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારના દસથી બપોરના 2 સુધી ધીમીધારે મેઘકૃપા વરસ્યા બાદ મેઘવીરામ રહ્યો હતો.ત્યારે ફરી મોરબીમાં સાંજે પોણા ચાર વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને મોરબીના સાવસર પ્લોટમાં આવેલ પાર્થ કોમલેક્સના છઠા માળે વીજળી ત્રાટકી હતી.પાર્થ કોમલેક્સના છઠા માળે વીજળી ત્રાટકતા છતના ખુણામાં નુકશાન થયું હતું. પણ સદનસીબે જાનહાની થઈ ન હતી. પણ એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા હતા.

- text

- text