વાઘપરામાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો

- text


મોરબી : આજ રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીના વાઘપરા ખાતે સતવારા સમાજની વાડીમાં બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો હતો.

સુવર્ણ પ્રાશનના ટીપા બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે, શારિરીક-માનસિક વિકાસમાં મદદરૂપ થાય સહિતના અનેક ફાયદાઓ હોય આજ રોજ પુષ્ય નક્ષત્ર નિમિત્તે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીના વાઘપરા ખાતે સતવારા સમાજની વાડીમાં 0 થી 12 વર્ષના બાળકોને નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં બાળકોએ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવામાં સતવારા સમાજની વાડીના સંચાલકો પણ મદદરૂપ થયા હતા.

- text

- text