રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર થયેલા રાજવી કેશરીદેવસિંહજીનું વાંકાનેરમાં ભવ્ય સ્વાગત

- text


વાંકાનેર બાઉન્ડ્રી ખાતે રાજવી કેશરીદેવસિંહજીને 200 ગાડીઓના કાફલાએ સ્વાગત કર્યું, બાદમાં નગરયાત્રા નિકળી : તમામ સમાજે પણ ઉમળકાભેર સ્વાગત કર્યું

વાંકાનેર : રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર થયેલા વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજીએ આજે વાંકાનેર બાઉન્ડરી ખાતે આવી પહોંચ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ, ક્ષત્રિય સમાજ સહિતના તમામ સમાજ 200 ગાડીના કાફલા સાથે તેમને લેવા ત્યાં પહોંચીને સ્વાગત કર્યું હતું. બાદમાં મહારાજા કેશરીદેવસિંહજી 200 ગાડીના કાફલા અને બેન્ડ બાજા, ઢોલ નગારા, ત્રાસા સહિતના વાજતેગાજતે નગર યાત્રાએ નીકળ્યા હતા અને રાજવી ઠાઠમાંઠથી તેઓએ વાંકાનેરની પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. દરેક સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાંકાનેર મહારાણા રાજસાહેબ કેસરદેવસિંહજી ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્તિ કરવામાં આવતા મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તેમનું ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત સમારોહ યાત્રા સવારે 8 કલાકે ચોટીલા બાઉન્દ્રી ખાતેથી શરૂ થઈ શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ બાપુના બાવલા (સ્ટેચ્યુ) ખાતે સમાપન થયું હતું. ઠેર ઠેર વિવિધ સંગઠનો, આગેવાનો, અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ, વેપારી સંગઠનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બાપુના બાવલા ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા કેસરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે પક્ષે મારા પર વિશ્વાસ મૂકીને મને તક આપી છે. જે હું સારી રીતે નિભાવીશ. વાંકાનેરની પ્રજાનો પણ તેમણે આભાર માન્યો હતો કે તેમણે જે સાથ અને સહકાર આપ્યો છે. તે માટે પક્ષે તેમને આ જવાબદારી સોંપી છે. હું ગમે ત્યાં હોવ પણ મારું કામ પડે તો કહેજો. સાથે સાથે વાંકાનેરના સ્થાનિકોએ પણ વાંકાનેરના રાજવીને રાજ્ય સભાના સાંસદ બનાવતા પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે લાયક વ્યક્તિને પક્ષે સાંસદ બનાવ્યા છે. સાથે સાથે એવું પણ કહ્યું હતું કે કેસરીદેવસિંહને વાંકાનેરની જવાબદારી આપ્યા બાદ આઝાદી પછી પ્રથમ વાર વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ જીતી શક્યું છે,

વિધાનસભાની સીટ પણ વર્ષોથી કોંગ્રેસ પાસે હતી તે પણ જીતી સકાય છે એટલે સ્થાનિકોને પૂરો વિશ્વાસ છે કે કેસરીદેવસિંહના નેતુત્વમાં વાંકાનેર નો પણ ખૂબ વિકાસ થશે. આ સ્વાગત સમારોહમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાહિત્યના ભાજપના નેતાઓ જોડાયા હતા.

- text

- text