હળવદમાં તસ્કરો ગટરના કામ માટેની પાલિકાની લોખડની પ્લેટો ચોરી ગયા

- text


નગરપાલિકાના કોન્ટ્રાકટરે રૂ.૯૩,૫૦૦ની ચોરી અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી

હળવદ : હળવદની સોસાયટીમાં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ગટરનું કામ ચાલી રહ્યું હોય ગટરના કામ માટે ત્યાં પડેલી પાલિકાની રૂ.૯૩૫૦૦ની લોખડની પ્લેટની તસ્કરો ચોરી કરી ગયા છે. આ બાબતે હળવદ નગરપાલિકાના કોન્ટ્રાકટરે ચોરીની હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે.

- text

હળવદ નગરપાલિકાના કોન્ટ્રાકટર રાઠોડ અમરશીભાઈ લાલજીભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે કે, હળવદ નગર પાલીકાના વિકાસના કામો માટે હળવદ નગર પાલીકા વિસ્તારમાં આવેલ ધ્રાંગધ્રા-માળીયા હાઈવે ગ્રીનપાર્કે સોસાયટીની બાજુ સોમઓટર ગટરનું કામ ચાલી રહેલ છે ત્યાં ગત તા. ૧૪ જુલાઈના રોજ રાત્રી સમયે તેમની સાઈટ ઉપર પડેલ સામાન જે સેન્ટીંગની લોખંડની પ્લેટુ આશરે ૮૦ થી ૮૫ જેટલી સાઈડ ઉપર પડી હતી જે એક પ્લેટની અંદાજીત કિંમત રૂા.૧૧૦૦ જેટલી થાય છે તો રૂ. ૯૩,૫૦૦ જેટલી રકમની પ્લેટ ચોરી ગયેલ છે અને બે ભાળી લોખંડના સળીયા જેની આશરે કિંમત રૂા.૧૦,૦૦૦ અને એક પાણી મોટર જેની અંદાજીત કિંમત ૪,૫૦૦ આ તમામ વસ્તુઓ કોઈ અજાણ્યા માણસો ગત રાત્રીના સમયે ચોરી કરી ગયા છે. તેથી તેઓને પારાવાર નુકશાન જાય તેમ છે આ ફરીયાદ અરજી રજીસ્ટ્રરે લઈ ગુન્હો નોંધી તેમની ઉપરોકત કામની વસ્તુ રાતોરાતો ચોરી કરીને લઈ ગયેલ છે જેથી અમો સવારે કામ ઉપર ગયેલ ત્યારે અમોને ખબર પડેલ ત્યાં ગાડીના ચીલ્લા પણ હાલમાં મોજુદ છે જેથી કરીને અમારો ઉપરોકત સામાન ચોર લોકો ચોરી કરીને લઈ ગયેલ છે એટલા માટે આ બનાવની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

- text