નવનિર્મિત સીરામીક ફેકટરીના 20 ફૂડ ઉડા ટાંકામાં પડેલા વૃદ્ધનો બચાવ

- text


મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલી સીરામીકની ફેકટરીમાં મોડી રાત્રે બનેલી ઘટનામાં 108ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું

મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર નવા બની રહેલા સીરામીક કારખાનાના 20 ફૂટ ઉડા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં ગત મોડી રાત્રે એક વૃદ્ધ પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં મહેન્દ્રનગરની 108 ટીમે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને ટાંચાના સાધનોની મદદથી ઊંડા ટાંકામાં પડેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરીને તેમને મહામહેનતે બચાવી લીધા હતા.

- text

મોરબીના મહેન્દ્રનગરની 108 એમ્બ્યુલન્સ ટિમ પાસેથી આ બનાવની મળતી વિગતો મુજબ મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર નવા બની રહેલા એચટીકા સીરામીક કારખાનામાં 20 ફૂટ ઊંડો અંડર ગ્રાઉન્ડ ટાંકો બનાવવામાં આવ્યો છે. આ ટાંકો ખાલીખમ છે. દરમિયાન ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ કારખાનામાં તુલસી રામભાઈ ઉ.વ.70 નામના વૃદ્ધ આંટો મારવા નીકળ્યા હતા. તે દરમિયાન આ વૃદ્ધ ખાલીખમ રહેલા ઊંડા 20 ફૂટ ખાડામાં પડી ગયા હતા. આથી તેમના જીવ ઉપર જોખમ સર્જાયું હતું. આ વૃદ્ધ ઉડા ટાંકા પડી ગયાની ખબર પડતાં સ્થાનિક કમલેશભાઈએ 108ની ટીમને જાણ કરી હતી. આથી આ બનાવની જાણ થતાં મહેન્દ્રનગર 108 એમ્બ્યુલન્સના પાયલોટ હનીફભાઈ દલવાણી, ઇએમટી મનીષભાઈ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઉડા ટાંકામાં પડેલા વૃદ્ધ સહિતની ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને 108ની ટીમે દોરડા, સીડી સહિતના સાધનો વડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને મહામહેનતે રેસ્ક્યુ કરીને 108ની ટીમે ઊંડા ટાંકામ પડી ગયેલા વૃદ્ધને હેમખેમ બહાર કાઢી તેમને બચાવી લીધા હતા. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

- text