મોરબી જિલ્લામાં ઓણ ચોમાસાના પ્રારંભે જ સિઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

- text


છેલ્લા દસ વર્ષમાં આ વખતે જુલાઈ માસમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આ વખતે મેઘરાજાનો છેલ્લા 10 વર્ષના વધુ વરસાદને રેકોર્ડ તોડવાનો જબરો મૂડ દેખાય રહ્યો છે. જેમાં 10 વર્ષમાં સૌથી વધુ વરસાદનો 2020માં રેકોર્ડ છે. આ વખતે જુલાઈ માસની શરૂઆતમાં 50 ટકા જેવો વરસાદ પડી ગયો હોય મેઘરાજા આ વખતે 2020નો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. જે રીતે જુલાઈ માસમાં વરસાદ પડ્યો છે તેના આંકડા જોતો છેલ્લા દસ વર્ષમાં આવો વરસાદ ક્યારેય જુલાઈ માસની શરૂઆતમાં પડ્યો નથી. એટલે આ વખતે મોરબી જિલ્લામાં જુલાઈ માસની શરૂઆત સુધીમાં પડેલો 50 ટકા વરસાદ રેકોર્ડ બ્રેક ગણાય છે.

મોરબી જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી મેઘરાજા અવિરતપણે મેઘકૃપક વરસાવી રહ્યા છે. જુલાઈ માસની શરૂઆત સુધીમાં ત્રણથી વધુ વખત સારા વરસાદ પડી ગયા છે. મોરબીનો સરેરાશ વરસાદ 648 મિમી છે જેમાં ચાલુ વર્ષ 2023માં જુલાઈ માસની શરૂઆતમાં 427 મિમી એટલે 66 ટકા, વાંકાનેરનો સરેરાશ વરસાદ 539 મિમી છે એમાંથી આ વખતે અત્યાર સુધીમાં 276 મિમી એટલે 51 ટકા, હળવદમાં સરેરાશ વરસાદ 484 મિમી છે જેમાં આ સીઝનમાં 231 મિમી એટલે 48 ટકા, માળીયામાં સરેરાશ વરસાદ 496 મિમી છે એમાંથી આ વખતે 177 મિમી એટલે 35 ટકા સૌથી ઓછો વરસાદ, ટંકારામાં સરેરાશ વરસાદ 643 મિમી છે એમાં આ વખતે અત્યાર સુધીમાં 353 મિમી વરસાદ એટલે 55 ટકા વરસાદ પડી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં આ વખતે અત્યાર સુધી મોરબીનો વરસાદ વધુ પડી ગયો છે. જિલ્લામાં 50 ટકા જેટલો એવરેજ વરસાદ પડી ગયો છે. જ્યારે મોરબી જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદના સતાવાર આંકડા પર નજર નાખીએ તો દસ વર્ષમાં સૌથી વધુ વરસાદ 2020માં 5426 મિમી પડ્યો હતો. અને સૌથી ઓછો વરસાદ 2018માં 1141મિમી પડ્યો હતો જ્યારે છેલ્લા દસ વર્ષમાં સરેરાશ સૌથી ઓછો વરસાદ હળવદમાં પડ્યો છે. જિલ્લામાં હળવદ સૌથી વધુ ખેતી ધરાવતો વિસ્તાર ગણાય છે. પણ ત્યાં દસ વર્ષમાં સૌથી ઓછો વરસાદ 212 ઈંચ નોંધાયો છે અને દસ વર્ષમાં સોથી વધુ વરસાદ ટંકારામાં 365 ઈંચ નોંધાયો હતો. પણ આ વખતે સીઝનની શરૂઆત મોરબીએ ટંકારાને પાછળ રાખી દીધું છે. અત્યાર સુધીમાં ટંકારા કરતા મોરબીમાં વધુ વરસાદ પડ્યો હોય આ વખતે મેઘરાજા મોરબીને ધરવીને ટંકારાનો રેકોશે ?

મોરબી જિલ્લામાં છેલ્લા 10 વર્ષનો વરસાદ

ક્રમ તાલુકાનું નામ 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 ટોટલ

૧ હળવદ 620 340 530 228 782 130 682 729 516 504 231 5292 (212 ઈંચ )

૨ માળીયા(મી.) 940 435 530 355 542 171 702 822 308 537 177 5519 (221 ઈંચ )

૩ મોરબી 837 494 603 494 913 272 1151 1425 550 890 427 8056 (322 ઈંચ )

૪ ટંકારા 929 478 750 495 1615 326 1333 1367 733 753 353 9132 (365 ઈંચ )

૫ વાંકાનેર 653 375 372 260 906 242 999 1083 567 517 276 6250 (250 ઈંચ )

કુલ 3979 2122 2785 1832 4758 1141 4867 5426 2674 3201 1464 34249 (1370 ઈંચ )

- text