તારા દીકરાને બહુ હવા આવી ગઈ છે ? માળિયાના સુલતાનપરમા પિતાપુત્રને માર પડ્યો 

- text


અગાઉના ઝઘડાના મનદુઃખમાં બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડામાં સામસામી ફરિયાદ નોંધાઈ  

મોરબી : માળીયા તાલુકાના સુલતાનપર ગામે આગાઉના બોલાચાલીના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ તારા દીકરાને બહુ હવા આવી ગઈ છે કહી પિતાપુત્ર ઉપર પાઇપ-ધોકા લઈને હુમલો કરતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.સામાપક્ષે પણ પિતાપુત્ર સહિતનાઓએ હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા અને મજૂરીકામ કરતા લાભુભાઈ હલુભાઈ દેગામાને તેમના જ ગામના આરોપી સુનિલ વિનોદભાઈ સીતાપરા સાથે અગાઉ બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી ગઈકાલે રાત્રે આરોપી સુનિલ વિનોદભાઈ સીતાપરા, અનિલ વિનોદભાઈ સીતાપરા, અનિલ દશરથભાઈ સીતાપરા અને શૈલેષ નાથાભાઈ સીતાપરા ફરિયાદી લાભુભાઈ હલુભાઈ દેગામાના ઘેર પાઇપ- ધોકા લઈને ધસી ગયા હતા અને કહ્યું હતું કે તારા દીકરા સુનીલને બહુ હવા આવી ગઈ છે. આવું કહેતા સુનિલ ઘરમાથી બહાર આવતા ચારેય આરોપીઓએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી પિતાપુત્રને માર મારતા માળીયા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બીજી તરફ સામે પક્ષે સુનિલ વિનોદભાઈ સીતાપરાએ જુના ઝઘડાના ખારમાં તેમના જ ગામના સુનિલ લાભુભાઈ દેગામા, રાજેશભાઈ ચંદુભાઈ દેગામા અને લાભુભાઈ હલુભાઈ દેગામા વિરુદ્ધ લાકડાના ધોકા વડે માર મારવા અંગે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તાપસ શરૂ કરી છે.

- text