રાજ્યસભાના ઉમેદવાર તરીકે બાબુ દેસાઈનું નામ જાહેર થતાં હળવદ રબારી સમાજે કરી ઉજવણી

- text


હળવદ : ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે રબારી સમાજના આગેવાન અને ભામાશા ગણાતા બાબુભાઈ દેસાઈની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા હળવદ રબારી સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા આ નિર્ણયને વધાવીને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

રબારી સમાજના અગ્રણી બાબુભાઈ દેસાઈને રાજ્યસભાની ટિકિટ મળતા પૂર્વ હળવદ રબારી સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીમાં જનકભાઈ, લીબાભાઈ મનોજભાઈ (યુવામંત્રી, હળવદ) હિતેશભાઈ, હેમુભાઈ, પિન્ટુભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, જીગાભાઈ, જયદીપભાઈ ભગાભાઈ અને હળવદ રબારી સમાજના સર્વે નવયુવનો જોડાયા હતા.

- text

- text