મોરબીમાં મધરાત્રીએ મેઘરાજાની ધનધબાટી, 3.5 ઈંચ

- text


રાત્રે 12 થી સવારે 8 વાગ્યા સુધીમાં હળવદ, ટંકારા અને મોરબીમાં ધોમ વરસાદ, માળીયા વાંકાનેરમા હળવો

મોરબી : મોરબીમાં ગતરાત્રીના મેઘરાજાએ ધબધબાટી બોલાવી સવાર સુધી હેત વરસાવતા મોરબીમા સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે હળવદ અને ટંકારામા પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના રિપોર્ટ મુજબ ગતરાત્રીના 12 વાગ્યા બાદથી મોરબીમાં ધોધમાર વરસાદ વરસતા સવારે 8 વાગ્યા સુધીમાં 90 મીમી, ટંકારામાં 61 મીમી, હળવદમા 26 મીમી, વાંકાનેરમાં 15મીમી અને માળિયામાં 4 મીમી વરસાદ વરસ્યો હતો.

- text

- text