વાંકાનેરના લુણસરિયા ગામે વિડીમાં ઢોર ચારવાની ના પાડતા વૃદ્ધને માર મરાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે વિડીમાં ઢોર ચારવાની ના પાડનાર વૃદ્ધને ઢોર માલિકે લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા દોલતસિંહ અમરસિંહ ઝાલા ઉ.61 નામના વૃદ્ધે તેમની વિડીમાં ઢોર ચરાવી રહેલા ધવલ નામના શખ્સને ના પાડતા ધવલના પિતા ધારાભાઈ કુકાભાઈ ટોટા નામના ઇસમે દોલતસિંહને લાકડી વડે માર મારી ઢોર ચરાવવાની ના પાડશો તો હજુ માર મારીશ તેવી ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો છે.

- text

- text