મોરબીમાં મોટર સાયકલ ચલાવવા બાબતે સલાહ આપનાર ઉપર ત્રણ શખ્સોનો હીંચકારો હુમલો

- text


મોરબી : મોરબી સબજેલ નજીક મોટર સાયકલ ચલાવવા બાબતે સમજાવવા જતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ બે યુવાન ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સબજેલ નજીક બાઈક લઈને નીકળેલા આદર્શ અતુલભાઈ ઝાલાને બાઈક ચલાવવા મામલે હસમુખભાઈએ સલાહ આપતા આરોપી અતુલભાઈ ગેલાભાઈ ઝાલા, આદર્શ અતુલભાઈ ઝાલા અને પપ્પુ અતુલભાઈ ઝાલાએ હસમુખભાઈ સાથે ઝઘડો કરવા લાગતા ફરિયાદી અજયભાઈ ગોવિંદભાઇ પરમાર વચ્ચે છોડાવવા પડતા ત્રણેય ઈસમોએ તલવાર, પાઇપ વડે હુમલો કરી બન્નેને ઇજાઓ પહોંચાડતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

- text

.

- text