હળવદ તાલુકા એનએસયુઆઈ પ્રમુખની વરણી, કોંગ્રેસે આપી શુભેચ્છા

- text


હળવદ : હળવદ સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં હળવદ તાલુકા એન.એસ.યુ.આઈના પ્રમુખ તરીકેની જવાબદારી વેગડવાવ ગામના યુવા કોંગ્રેસના કાર્યકર જીગ્નેશભાઈ પીપરીયાને સોંપવામાં આવી હતી.

હળવદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા,શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે,હળવદ-ધાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોપાલભાઈ દોરાલા, તાલુકા પંચાયતના વિપક્ષ નેતા મહિપાલસિંહ રાણા,મહામંત્રી ભરતભાઈ કણઝરીયા,જટુભા ઝાલા, ઘનશ્યામભાઈ બાબરીયા,મેહુલભાઈ તેમજ મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ ભાવનીકભાઈ મુછડીયા સહિતનાઓની હાજરીમાં હળવદ તાલુકા એનએસયુઆઇના પ્રમુખ તરીકેની જવાબદારી વેગડવાવ ગામના કોંગ્રેસના યુવાને ઉત્સાહી કાર્યકર જીગ્નેશભાઈ પીપરીયાને સોંપવામાં આવતા હાજર સૌવ કોંગ્રેસના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text