મોરબીના નવયુગ પ્રિ-સ્કૂલ ખાતે ખાતે ડોક્ટર્સ ડેની ઉજવણી

- text


મોરબી : જ્યાં એજ્યુકેશનની સાથે સાથે આરોગ્યની પણ સંભાળ લેવામા આવે છે તેવા મોરબીના નવયુગ પ્રિ-સ્કૂલ સંકુલ ખાતે આજે ડોક્ટર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

નવયુગ ઈન્ટરનેશન પ્રિ સ્કૂલ ખાતે આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ખ્યાતનામ ડેન્ટિસ્ટોને આમંત્રિત કરીને બાળકોને દાંતનું શરીરમાં મહત્વ, દાંતની કાળજી કેવી રીતે રાખવી વગેરેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું અને તમામ બાળકોના હેલ્થની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડો. દિપક ગામી, ડો.મનીષ અઘારા, ડો. નીતિન છનિયારા, ડો.પ્રાચી સંઘવી અને ડો. ઋત્વી વિરમગામા સહિતના ડોક્ટરોની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી નાના બાળકો સાથે ડોક્ટર્સ ડે ઉજવ્યો હતો. સમગ્ર આયોજન બદલ પ્રિન્સિપાલ, કો-ઓર્ડિનેટર તેમજ શિક્ષકોની ટીમને પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઉપસ્થિત તમામ ડોકટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text