થાનથી મોરબી દારૂ આપવા જતો વાઘો દેવીપુર નજીકથી ઝડપાયો

- text


હળવદ પોલીસે 200 લીટર દેશી દારૂ સાથે રૂપિયા 54 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટિયા નજીક પોલીસ દ્વારા થાન પંથકના એક શખ્સને 200લીટર દેશી દારૂ સાથે કાર ઝડપી લીધી હતી. પોલીસ દ્વારા રૂપિયા 54000 ના મુદ્દા માલ સાથે આરોપીને હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રિના દોઢેક વાગ્યાની આસપાસ હળવદ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે અરસામાં હળવદ મોરબી રોડ પર આવેલ દેવીપુર ગામના પાટીયા નજીક મારુતિ કાર જીજે-5-સીબી 9299 શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસ દ્વારા તેને અટકાવી તપાસ કરાતા તેમાંથી 200 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

- text

જેથી પોલીસ દ્વારા કારચાલક વાઘાભાઈ લખમણભાઇ મકવાણા રહે. ચોરવીરા, તા-થાન,જી.સુરેન્દ્રનગરને ઝડપી લઇ રૂ 4,000 નો દારૂ તેમજ 50,000 ની કાર મળી કુલ રૂપિયા 54 હજારનો મુદ્દામાલ કબજે લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text