મોરબી હળવદ રોડ ઉપર ભારે પવનમાં અનેક સિરામિક ફેકટરીના પતરા ઉડયા

- text


ત્રણેક ફેકટરીઓની કિલન બંધ કરવી પડે તેવી સ્થિતિ, એક એક ફેકટરીના 70 થી 80 પતરા ઉડી ગયા

મોરબી : મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં આજે રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક ફેકટરીઓના પતરા ઉડી ગયા હતા. તોફાની પવન સાથે વરસેલા વરસાદને કારણે એક એક ફેકટરીમાં 70થી 80 જેટલા પતરા ઉડી જતા વ્યાપક નુકશાન થવાની સાથે કેટલીક ફેક્ટરીઓમાં કિલન વિભાગના પતરા ઉડી જતા સિરામીક એકમોમાં પ્રોડક્શન પણ બંધ કરવું પડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text