રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે અને મોરબીમાં પોણો ઈંચ વરસાદ

- text


હળવદ, માળીયા અને ટંકારામાં વરસાદી ઝાપટા

મોરબી : મોરબીમાં આજે ફરી રાત્રે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. મોરબી અને વાંકાનેરમાં રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો.રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે અને મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો અને હળવદ, માળીયા અને ટંકારામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

મોરબીમાં રાત્રે 8 વાગ્યે મેઘરાજાએ વ્હાલ વરસવાનું શરૂ કર્યું હતું. જ્યારે વાંકાનેરમાં મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું હતું. મોરબી અને વાંકાનેરમાં મેઘરાજા રાત્રે ગાજવીજ સાથે ધોધમાર રીતે તૂટી પડ્યા અને ચારેકોર પાણી ભરાયા હતા. તમામ રસ્તાઓ નદીના વહેણ બની ગયા હતા. રાત્રે 8થી 10 દરમિયાન મોરબીમાં 18 મિમી એટલે પોણો ઈંચ અને વાંકાનેરમાં 47 મિમી એટલે બે ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.

- text

જ્યારે ટંકારામાં 7 મિમી, માળીયામાં 2 મિમી અને હળવદમાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 27 મિમી એટલે એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો અને વાંકાનેરમાં 6મિમી વરસાદ નોંધાયો હતો. તે સિવાય સાંજે છ થી 8માં ક્યાંય વરસાદ નોંધાયો ન હતો જ્યારે રાત્રે 8થી ચાલુ થયેલો વરસાદ હવે ધીમો પડ્યો છે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે.

- text