હળવદના રણછોડગઢમાં ચાલતી જુગાર કલબ ઉપર LCBનો દરોડો : 7ને પકડ્યા

- text


રૂ. 5 લાખની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં ઓરડીમાં ચાલતી જુગાર કલબ ઉપર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૭ ઇસમોને રૂ. પાંચ લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, તા. હળવદ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની કટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે રેડ કરતા આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, કેતન રતિલાભાઇ પટેલ રહે. ધુંટુ, હરીનગર સોસાયટી, અશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. ધુંટુ, હરીનગર સોસાયટી, કિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. મહેન્દ્રગર, પટેલનગર સોસાયટી, જયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. મહેન્દ્રનગર,ધર્મમંગલ સોસાયટી, જયતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. ઘંટુ, હરીનગર સોસાયટી અને હરેશભાઇ દામજીભાલ પટેલ રહે. ઘંટુ, હરીનગર સોસાયટીવાળાને પકડી પાડેલ છે.

- text

એલસીબી ટીમે આ સાતેય શખ્સોની ધરપકડ કરી રોકડ રૂ.૫,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text