વાંકાનેર ઘીયાવડ પ્રાથમીક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું 

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધો. 1માં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શાળાના વર્ગશિક્ષક નમ્રતાબા પરમારના પ્રયત્નોથી નીતાબેન મહેતા તરફથી લન્ચબોક્સ અને નોટ બુક્સ, અજ્ઞાત દાતા તરફથી વોટરબેગ, દક્ષાબેન કાતરીયા તરફથી કમ્પાસ, હાર્દિ અને હિર શાહ તરફથી સ્ટેશનરી સેટ, અનિતાબેન કક્કડ તરફથી કલર સેટ, આસ્વી શાહ તરફથી નોટબુક્સ, પાયલ કાચા તરફથી ડ્રોઈંગ બુક્સ ભેટ આપવામાં આવી હતી. તેમજ વિડી રામપરા અભયારણ્ય, વન વિભાગ તરફથી દફતરની ભેટ આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં શાળા પરિવાર તરફથી તમામ દાતાઓને સન્માનપત્ર આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ધો. 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનેલા બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમ શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું છે.

- text