સંજીવની પેટ ક્લિનિકમાં કાલે સોમવારથી પાંચ દિવસ ફ્રી નિદાન અને હડકવા રસીકરણ કેમ્પ

 

નિષ્ણાંત તબીબો દ્વારા ડોગ, કેટ સહીતના પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓની 24×7 નિદાન અને સારવાર : કેમ્પમાં એ ટુ ઝેડ નિદાન નિઃશુલ્ક કરી આપવામાં આવશે સાથે રસીકરણ પણ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સંજીવની પેટ ક્લિનિકમાં આવતિકાલે સોમવારથી પાંચ દિવસ ફ્રી નિદાન અને હડકવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અપીલ પણ કરાઈ છે.

મોરબીમાં ઉમિયા સર્કલ નજીક સંજીવની પેટ ક્લિનિક કાર્યરત છે. જ્યાં નિષ્ણાંત પશુ ચિકિત્સક ડો. ચિરાગ જીવાણી અને ડો. રોનક વિલપરાની સેવા મળે છે. અહીં ડોગ, કેટ અને પક્ષીઓના તમામ રોગોનું નિદાન અને સારવાર, તમામ પ્રકારના રસીકરણ, તમામ પ્રકારના ઓપરેશન, કેન્સરના રોગોની સારવાર કરવામાં આવે છે. વધુમાં અહીં લેબોરેટરી ઉપરાંત હોમ વિઝિટની પણ સુવિધા આપવામાં આવે છે. અહીં ઇમરજન્સીમાં 24×7 સેવા આપવામાં આવે છે.

આવતીકાલે તા. 26થી 30 જૂન અહીં ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી હડકવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 9થી બપોરે 1 તેમજ સાંજે 4 થી 8: 30નો છે. તો આપના પેટનું નિદાન કરી તે સ્વસ્થ છે કે નહીં તે જાણવા તથા તેને હડકવા વિરોધી રસી મુકાવવા જરૂર પધારો.

સંજીવની પેટ ક્લિનિક
ઓફિસ નં.32, ગ્રાઉન્ડ ફ્લોર,
સોમનાથ માર્કેટ, રત્નકલા એપાર્ટમેન્ટ સામે, લીમડા પાનની બાજુમાં, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી
ડો. ચિરાગ જીવાણી
9586584074
ડો. રોનક વિલપરા
9924940604