હળવદના ટીકર નજીકથી પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા

- text


યુવકે યુવતી સાથે દુનિયાને અલવિદા કહેતું સ્ટેટસ મૂક્યું હતું : કેનાલ કાંઠેથી મોબાઇલ,ચંપલ અને બાઈક મળ્યું

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા પ્રેમી યુગલે ટિકર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વચ્ચે હાલ શોધખોળ કરવામાં આવી રહી છે.જોકે હજુ સુધી આ યુવક કે યુવતી નો કોઈ જ પતો મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતું પ્રેમી યુગલ ગત રાત્રીના ગુમ થયા બાદ તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે આ યુવક કે યુવતી ક્યાંય મળી ન આવ્યા હોય જેથી મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠે તપાસ કરાતા યુવકનો મોબાઇલ,ચપ્પલ અને બાઈક કેનાલ પરથી મળી આવ્યું છે.

- text

જેથી આ પ્રેમી પંખીડા કેનાલમાં પડી ગયા હોવાની આશંકા વચ્ચે અત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ યુવકે ગતરાત્રિના યુવતી સાથે દુનિયાને અલવિદા કહેતું સ્ટેટસ પણ મૂક્યું હોય જેથી કેનાલમાં પડી ગયા હોવાની વધુ શંકા હોય જેના કારણે હાલ શોધખોળ કરવામાં આવી રહી છે.

- text