લગ્નનું બોગસ સર્ટિફિકેટ બનાવનાર દંપતી વિરુદ્ધ વાંકાનેરમાં ફરિયાદ

- text


વાંકાનેરના ભોજપરા ગામના પિતાએ પુત્રી અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેરના ભોજપરા ગામેની મુસ્લિમ યુવતીએ મકનસર ગામના યુવાન સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા બાદ બન્ને પોલીસ મથકે હાજર થયા બાદ યુવતીના પિતાએ માહિતી અધિકારના કાયદા હેઠળ પુરાવાઓ મેળવી પોતાની પુત્રી અને તેના પતિએ બોગસ મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા હુસેનભાઈ ઉસમાનભાઈ કડીવારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોતાની પુત્રી જસમીનબેન કડીવારે અને તેણીએ જેની સાથે લગ્ન કર્યા છે એવા મકનસર ગામના પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2012મા તેમની પુત્રી જસમીન પ્રેમી પ્રકાશભાઈ મકવાણા સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા.

- text

જે બાદમા બન્ને પોલીસ મથકે હાજર થયા હતા અને ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભડકોદર ગામે ગ્રામ પંચાયતના લગ્ન કરી લીધા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરી જસમીનાએ પિતા હુસેનભાઈ સાથે જવા ન માંગતા હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું હતું. આ મામલે યુવતીના પિતા હુસેનભાઈએ માહિતી અધિકાર હેઠળ તમામ પુરાવા પોલીસ મથકેથી મેળવી ભડકોદર ગ્રામ પંચાયત ખાતે રૂબરૂ તલાટી મંત્રીને મળી સર્ટિફિકેટ બતાવતા આ મેરેજ સર્ટિફિકેટ ગ્રામ પંચાયતે ઈશ્યુ ન કર્યું હોવાનું અને સર્ટિફિકેટમાં સહી સિક્કા બોગસ હોવાનું કહેતા ચોકી ઉઠેલા હુસેનભાઈ કડીવારે તેમની પુત્રી અને તેના પતિ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બોગસ લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવા મામલે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text