જોખમી બાઇક સ્ટંટ કરનાર નબીરાઓને કાયદાનું ભાન કરાવતી હળવદ પોલીસ

- text


જોખમી બાઇક સ્ટંટના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પાંચ જેટલા નબીરાઓ સામે કાર્યવાહી કરી, અમુક નબીરાઓ હળવદ છોડીને ભાગ્યા

હળવદ : હળવદમાં નબીરાઓએ એવા જોખમી બાઇક સ્ટંટ કર્યા હતા કે નજરે જોનારાના ધબકારા ચુકી જાય. આવા દિલધડક કરબતોના વીડિયો વાયરલ થતા હળવદ પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને હળવદમાં જોખમી બાઇક સ્ટંટ કરતા નબીરાઓને પકડીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું. પોલીસે પાંચ જેટલા નબીરાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી. પોલીસની તવાઈની ખબર પડતાં જ અમુક નબીરાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

હળવદના શરણેશ્વર મંદિર તેમજ હાઇવે ઉપર સગીર વયના બાળકો શ્વાસ અધરર કરી મૂકે તેવા જોખમી બાઇક સ્ટંટ કરતા હોવાના અનેક વીડિયો સામે આવ્યા હતા.સીન સપાટા નાખવા અને રીલ બનાવવા માટે આવા સગીરોએ પોતાનો અને બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકી હેરતઅંગેજ બાઇકમાં સ્ટંટ કર્યા છે. આવા અનેક વીડિયો વાયરલ થયા છે. વીડિયો જોઈને દરેકના દિલના ધબક્કા ચુકી જાય એવા જોખમી સ્ટંટ છે. કોઈ સગીર ડબલ સવારીમાં રોડ ઉપર સર્પાકાર એટલે આમ થી તેમ જાણે રોડ પોતાના બાપની જાગીર હોય તે રીતે બાઇક ચલાવે છે. આ રીતે બાઇક ચલાવવામાં રસ્તો આખો રોકી રાખે છે. તેથી પાછળ આવતા વાહન ચાલકો પણ ગભરાઈ છે. જો કે વીડિયોમાં આ બાઇક સિવાય કોઈ વાહનો દેખાતા નથી. અવસ જોખમી વીડિયો વાયરલ થયા બાદ હળવદ પોલીસ એક્શનમાં આવી હતી અને જોખની બાઇક સ્ટંટ કરનાર એક એકને શોધીને કાયદાકીય કાર્યવાહી કરી હતી. પોલીસે પુખ્તવયના અને ટીનએજર મળીને પાંચ જેટલા સ્ટંટબાજોને કાયમ માટે જોખમી સ્ટંટ કરવાની ખો ભુલાવી દીધી હતી. પોલીસની કાર્યવાહીને પગલે અમુક હળવદ છોડીને ભાગી ગયા હતા.

- text

હળવદ પોલીસે જણાવ્યું હતું કે એક તો ટીનએજરોને વાહન ચલાવવા એ ગેરકાયદે બાબત છે. માટે આવા સંતાનને વાહન આપનાર તેના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. એક તો ટીનએજરોને વાહન ચલાવવાની મનાઈ હોય ઉપરથી પોતાનો અને બીજાનો પણ જીવ જોખમમાં મૂકી જોખમી બાઇક સ્ટંટ કરવા એ કોઈ કાળે ચાલવી નહિ લેવાય.આથી પોલીસે આવા નબીરા સામે કડક કાર્યવાહી કરી છે. સાથેઆથે ટીનએજરો અને યુવાનોને પણ આવી રીતે જોખમી બાઇક સ્ટંટ ન કરવાની સલાહ આપી છે. સાથેસાથે વાલીઓને પણ તેના સંતાનો વાહન કેવી રીતે ચલાવે છે તેની કાળજી રાખવાની અપીલ કરી છે.

- text