મોરબીના RAK સિરામીકમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીના RAK સિરામીકમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. RAK ઓફિસ ખાતે ગઈકાલે 21 જૂનના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન RAK એચઆર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર વાલજીભાઈ ડાભી અને લાલજીભાઈ ડાભી દ્વારા ટીમ RAK કર્મચારીઓને યોગ, આસન, પ્રાણાયમ વગેરે કરાવાયા હતા તે બદલ RAK સિરામીક ટીમે ટ્રેનરનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text